અનેક લોકોની કુંડળીમાં રાજયોગ હોય છે કે તેને ચોક્કસ પદ્ધતિથી સક્રિય કરવા પડે

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન થી લાભ થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ

જ્યોતિષશાસ્ત્ર ખુબ જ ગહન શાસ્ત્ર છે. તેમાં હજારો યોગનું વર્ણન છે વળી સેંકડો પ્રકારે રાજયોગ પણ બનતા હોય છે. મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે અનેક લોકોની કુંડળીમાં એ પ્રકારે રાજયોગ હોય છે કે તેને ચોક્કસ પદ્ધતિથી સક્રિય કરવા પડે. કેટલાક રાજયોગ સ્વયં તેનું પરિણામ આપવાનું ચાલુ કરી દેતા હોય છે જયારે કેટલાક રાજયોગને સક્રિય કરવા માટે જન્મકુંડળીમાં ચોક્કસ સ્થાન,રાશિ કે ગ્રહ ને એક્ટિવેટ કરવા પડતા હોય છે. જે તે રાજયોગને એકટીવેટ કરવા માટે તેની ચોક્કસ પદ્ધતિ હોય છે તે મુજબ જો તેને સક્રિય કરવામાં આવે તો તે કુંડળીમાં રાજયોગનું પરિણામ મેળવી શકાય છે. આ એક્ટીવેશન કરવાની પદ્ધતિઓ આમ તો સરળ હોય છે અને બહુ સાદાઈ થી આપણે આપણા જીવનમાં અમુક ફેરફાર કરીને તે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ પરંતુ તે માટે સટીક રીતે તે પ્રયોગ નિયમિત અને શ્રદ્ધા થી કરવા જોઈએ જેથી જે તે શુભ યોગને આપણે રાજયોગમાં રૂપાંતર કરી તેના સારા પરિણામ મેળવી શકીએ. જેમકે એક સારા વેપારીને આ પ્રકારના યોગ હોય અને તે રાજયોગ એક્ટિવેટ કરે તો તેના ક્ષેત્રમાં અચાનક તેને વિદેશ વ્યાપારની તક મળી જાય અને એ રસ્તે તે ખુબ મોટા પાયે વેપારમાં આગળ આવી શકે આ જ રીતે કોઈ પણ ક્ષેત્રમાં રાજયોગના ખુલવાથી અપ્રતિમ સફળતા પ્રાપ્ત થાય છે.