અનેક સવાલો છતાં ધોનીની એજ વિશેષતા કે તેઓ અડીખમ ઉભા રહૃાા: બાલાજી

ચેન્નાઈ સુપર કિંગ્સ બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીનું માનવું છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કારકિર્દી અંગે ઘણા સવાલો ઉઠ્યા હોવા છતા તેમની વિશેષતા એ રહી કે તેઓ અડીખમ ઉભા રહૃાા. ધોનીએ ૧૫ ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. અને તમામ અટકળો પર બ્રેક લાગી ગઇ હતી. ધોની ત્યારબાદ આ પૂર્વ ભારતીય ઝડપી બોલર પાસે ગયો અને કેટલીક બાબતો પર ચર્ચા કરી હતી. બાલાજીએ કહૃાું, ‘પ્રેક્ટિસ પૂરી થયા પછી, હું સામાન્ય રીતે ધોની સાથે વિકેટ, પ્રેક્ટિસ અને રમવાની સ્થિતિ વિશે ઘણી વાતો કરું છું. તે દિવસે પ્રેક્ટિસ પૂરી કરી અને હું અંદર ગયો. મને અહેસાસ પણ ન હતો કે ધોની આમ અચાનક નિવૃત્તિની વાત કરી દૃેશે.
બાલાજીએ કહૃાું, ‘ધોની પોતાનો સંદૃેશ પોસ્ટ કર્યા પછી હંમેશની જેમ મારી પાસે આવ્યો. ખુબજ સહજતાથી ધોનીએ કહૃાું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત મે કરી દીધી છે. ધોનીના જીવનની આ ખુબજ મહત્વપૂર્ણ ક્ષણ હતી. આટલો મોટો નિર્ણય કર્યા પછી પણ તે એટલા જ સ્વસ્થ હતા. હું તો હજુ એ પલ અંગે વિચારૂ ત્યારે ધોની પર માન થાય કે આટલો મોટો નિર્ણય કર્યા પછી પણ તે કેટલા સ્વસ્થ હતા. આગામી આઈપીએલ માટે યુએઈ જવા રવાના થતાં પહેલા ધોનીની આગેવાનીવાળી સીએસકે ચેન્નાઇમાં એક નાનો કેમ્પ લગાવ્યો હતો. બાલાજીએ કહૃાું, ‘આ તેમનું જીવન છે. બાલાજીએ કહૃાું,
મને પાછળથી સમજાયું કે તેણે નિવૃત્તિની ઘોષણા કરી હતી. તે ક્ષણને સમજવામાં મને થોડો સમય લાગ્યો. આમાં ધોનીની વિશેષતા છે કે તે બીજાઓથી તદ્દન જુદો છે. પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તે કદી અટકશે નહીં, તે પોતાની શૈલીમાં આગળ વધે છે. બાલાજીએ કહૃાું કે આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દ્વારા વિશ્વભરના કપ્તાન વચ્ચે નેતૃત્વની ધારણા બદલાઈ ગઈ છે. તેણે કહૃાું, ‘મારા કહેવા પ્રમાણે વર્ષ ૨૦૦૦ પછી ધોની જેવું કોઈ નથી, જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વર્લ્ડ ક્રિકેટ પર પણ ખૂબ વ્યાપક અસર કરી છે. બાલાજીએ કહૃાું, તેમનું નેતૃત્વ અને તેની બેિંટગની શૈલી સંપૂર્ણપણે અલગ છે. તમામ કેપ્ટન વચ્ચે તેમનું નેતૃત્વ અલગ છે ધોનીને જોઇને નેતૃત્વની ધારણા જ બદલાઈ ગઈ છે.