અન્ય સાથે સુવાળા સબંધોથી અમરેલીના કવી અને શિક્ષક પ્રણવ પંડયાએ પત્નીને ઢોરમાર મારી કાઢી મુકતા ખળભળાટ

અમરેલી,
સંતો સાથે જોવા મળતા અમરેલીના કવી અને શિક્ષક એવા પ્રણવ પંડયાએ અન્ય સાથે સુવાળા સબંધોને કારણે છુટાછેડા લેવા માટે પોતાની પત્ની સાથે વીસ વર્ષના લગ્ન જીવન બાદ તેણીને ઢોરમાર મારી કાઢી મુકતા ખળભળાટ મચ્યો છે અને બીજી તરફ આ ઘટનાને પગલે ઘરેલુ હિંસાનો ભોગ બની પતિથી ફફડતા તેમના પત્ની પારુલબહેને કોર્ટના પગથીયા ચડી રૂપિયા 15 લાખના વળતરની માંગ કરી પોલીસ રક્ષણ માંગ્યું હોય સભ્ય સમાજમાં ભારે ચકચાર જગાવતા આ કિસ્સાથી આવા વિદ્યાગુરૂ પાસેથી શાળાના બાળકો કેવા પાઠ શિખશે ? તેવી ચર્ચા ચાલી રહી છે.
આ બનાવ અંગે અમરેલીની ચીફ જયુડીશ્યલ કોર્ટમાં અમરેલીના યુવાન એડવોકેટ શ્રી હરનીલ ત્રિવેદીની મદદથી કવી પ્રણવ પંડયાના પત્ની પારુલબહેને અમરેલીના યુવાન એડવોકેટ શ્રી હરનીલ પંડયા મારફતે નોંધાવેેલી ફોજદારી અરજમાં જણાવ્યું છે કે, પારૂલબેન પ્રવિણચંદ્ર ઠાકરના લગ્ન 2003 માં શિક્ષક અને કવિ પ્રણવભાઇ વિનોદરાય પંડયા સાથે થયા હતા. અને તેમને એક દિકરી વૃંદા અને 9 વર્ષનો દિકરો પરમ છે તેણીના પતિ તથા સસરા વિનોદરાય પંડયા રીટાયર્ડ પ્રોફેસર, સાસુ કુમુદબેન, જેઠ પ્રજ્ઞેશભાઇ અને જેઠાણી છાયાબેનએ દહેજ માટે ત્રાસ આપતા હતા.કવિ અને મોટા ગોખરવાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રણવ પંડયાને અન્ય વ્યક્તિ સાથે સુવાળા સબંધો હોવાને કારણે પારૂલબેનને છુટાછેડા આપી બીજા લગ્ન કરવા ધમકી દેતા હોય તા.5-9-2020 ના સાસરીયાએ અને પતિ પ્રણવ પંડયાએ પારૂલબેનને ઢોર માર મારી પહેરેલ કપડે સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુક્યા અમરેલીનાં ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજ નં.55/2023 થી પારૂલબેને પતિ પ્રણવ પંડયા સહિત પાંચ સામે કૌટુંબીક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ 2005 ની કલમ 12,18,19,20 અને 22 અન્વયે અરજ કરી સુરક્ષા માંગી પતિ સહિતના સાસરીયાઓ પારિવારીક હિંસા ન કરે અને પોલીસ અધિકારી દ્વારા પારૂલબેન અને તેના સંતાનોને સુરક્ષા મળે તેવી રજુઆત કરી કવિ પ્રણવ પંડયાને શાળામાં શિક્ષક તરીકે 70 હજારનો પગાર અને સાહિત્યના અને કવી સંમેલનમાં ભાગ લઇ 30 હજાર મળી મહીને એક લાખ કમાતા હોય ભરણપોષણની માંગ કરી છે અને સાસરીયાઓએ ઘરેલુ હિંસા કરેલ હોય જેના વળતરરૂપે 15 લાખની રકમ અને ભરણપોષણ ચુકવે તેવો હુકમ કરવા પણ અરજી કરી છે.સભ્ય સમાજમાં બનેલી આ ઘટના અને કોર્ટમાં કરાયેલી આ ફરિયાદથી અમરેલીના શૈક્ષણિક અને સાહિત્ય વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે સાથે સાથે શિક્ષક દરજ્જાનાં કવિ એવા જવાબદાર વ્યક્તિ કે જેમની પાસે અનેક બાળકો વિદ્યા અભ્યાસ કરતા હોય તેમની સામે થયેલી આ ફોજદારી અરજથી બાળકો શું પાઠ ભણશે તેની પણ ચર્ચા ચાલી રહી છે.