અપહરણ તેમજ પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડયો

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે બાબરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.111930082210366/2021 આઇ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ-18 વિ.* મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપી રાકેશભાઇ અશ્વિનભાઇ મકવાણા ઉ.વ.-26 ધંધો-મજુરી રહે- વાસાવડને ભોગબનનાર સાથે અંકલેશ્વર મૂકામે થી શોધી કાઢેલ અને આગળની ઘટતી કાર્યવાહી કરવા બાબરા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ છે.