અપહરણ-પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને રાજકોટથી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે બગસરા પો.સ્ટે. ભાગ-છ 11193009200823/2020 કલમ.363,366 તથા પોકસો 18 વિ મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપીને ભોગબનનાર સાથે રાજકોટ મુકામેથી શોધી કાઢેલ.કેવલભાઇ રમેશભાઇ પરમાર રહે.રાજકોટ, ગાંધીગ્રામ-ધર્મનગરની પાસે, મફતીયાપરા, મેલડી માતાજી ના મંદિર પાસે જી.રાજકોટ વાળો તા.03/04/2021 ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા મહીલા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ.