અફઘાનિસ્તાનમાં બાકી રહેલ અમેરિકી સૈનિકો ક્રિસમસ સુધી દૃેશ પાછા ફરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે અફઘાનિસ્તાનમાં બાકી રહેલા અમેકિન સૈનિકો ક્રિસમસ સુધીમાં ઘરે પાછા ફરવા જોઈએ. ટ્રમ્પે આ નિવેદન અમેરિકાના અફઘાનિસ્તાન પરના આક્રમણના ૧૯ વર્ષ પૂરા થવા પર આપ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહૃાું કે અમેરિકન લોકોએ એ અપેક્ષા રાખવી જોઇએ કે ૨૫ ડિસેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાં બાકી બચેલ સૈનિકો પાછા ફરી જશે. આ એલાન કરતાં જ અમેરિકાના વિશ્ર્લેષ્કોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે.
આની પહેલાં બુધવારના રોજ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને દાવો કર્યો હતો કે ૨૦૨૧ની શરૂઆત સુધીમાં અફઘાનિસ્તાનથી સંતોષજનક સંખ્યામાં સૈનિકો ઓછા કરી દૃેવાશે. તેમણે કહૃાું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પદભાર સંભાળ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનમાં ૧૦,૦૦૦ અમેરિકન સૈનિકો હતા. હાલમાં આ સંખ્યા ૫ હજાર છે. આવતા વર્ષના પ્રારંભ સુધીમાં આ સંખ્યા ઘટીને ૨૫૦૦ પર પહોંચી જશે.
તે જ સમયે યુએસના સહાયક વિદૃેશ મંત્રી ડેવિડ હેલ્વેએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે મે ૨૦૨૧ સુધીમાં તમામ સૈનિકો અફઘાનિસ્તાનથી હટી જશે. બ્રાયને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન સૈનિકોને ઘરે પાછા ફરવાની જરૂર છે. તેમણે કહૃાું કે અફઘાન લોકો ખુદ તાલિબાન સાથે એક શાંતિ કરારની વાતચીત કરી રહૃાા છે. બ્રાયનના દાવાની વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો પર હુમલાઓ ચાલુ છે.