અફઘાનિસ્તાન ઓપનર નઝીબ તારકાઇનું નિધન

ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન નઝીબ તારકાઇનુ નિધન થઇ ગયુ છે. ૨૯ વર્ષીય અફઘાની ક્રિકેટર નઝીબ તારકાઇને શુક્રવારે રૉડ એક્સિડેન્ટમાં ગંભીર ઇજા પહોંચી હતી, દૃૂર્ઘટનામાં ઘાયલ થયા બાદ તે કોમામાં જતો રહૃાો હતો, તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
શુક્રવારે નઝીબ તારકાઇ પૂર્વી નનગારહરમાં કિરાના સ્ટૉર પરથી નીકળીને રસ્તો પાર કરી રહૃાો હતો, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી એક કારે તેને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તેને તરત જ હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેનુ મૃત્યુ થઇ ગયુ હતુ. નઝીબ તારકાઇ અફઘાનિસ્તાન તરફથી એક વનડે મેચ અને ૧૨ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનુ પ્રદર્શન શાનદાર રહૃાું, તેને ૨૪ મેચમાં ૨૦૩૦ રન બનાવ્યા છે જેમાં ૬ સદી અને ૧૦ ફિટી સામેલ છે, નઝીબ તારકાઇની એવરેજ ૪૭થી ઉપરની રહી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ દૃૂર્ઘટનાને પર દૃુ:ખ વ્યક્ત કર્યુ છે, સોશ્યલ મીડિયા પર લખ્યું- એસીબી અને ક્રિકેટ પ્રેમી દૃેશ અફઘાનિસ્તાને પોતાના આક્રમક ઓપનર બેટ્સમેન અને બહુજ ઉમદા શખ્સ નઝીબ તારકાઇ (૨૯)ને ખોઇ દીધો છે. એક દૃુ:ખદ ટ્રાફિક દૃૂર્ઘટનામાં તેમનુ મૃત્યુ થઇ ગયુ છે. આપણે બધા સ્તબ્ધ છીએ. અલ્લાહ તેના પર પોતાની રહમત વરસાવે.