અફવાને કારણે સુરતથી કાઠીયાવાડીઓનો પ્રવાહ અમરેલી ભણી

અમરેલી,સુરતમાં લાખો લોકો સુરતથી વતન જવાની રાહમાં હોય આજે બહારના રાજયો માટે મળેલી છુટને સૌરાષ્ટ્રની છુટ ગણાવી અફવા ફેલાતા કોરોનાના કહેરમાં નવી ઉપાધી આવી છે અને ગુરુવારે સાંજે ગેરસમજનો ભોગ બનેલા સુરત રહેતા કાઠીયાવાડીઓનો અમરેલી ભણી પ્રવાહ શરૂ થયાના સમાચાર મળતા અમરેલી એસપીશ્રી શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લાની બોર્ડરે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરી છે અને સાથે સાથે સુરતથી અમરેલી સુધીમાં આવતા તમામ જિલ્લાના એસપી,કલેકટર સાથે શ્રી અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયે અમદાવાદ,સીટી, ગ્રામ્ય, બોટાદ,ભરુચ આણંદ વડોદરા અને ભાવનગર રેન્જ વડા સાથે ચર્ચા કરી જે નિકળી ગયા છે તેને પરત કરવા વ્યુહ ગોઠવાયો છે જેના કારણે ગેરસમજનો ભોગ બનેલા અમરેલી જિલ્લામાં આવે અને કાનુની કાયર્વાહીથી બચી શકે. સાથે સાથે સુરતથી અમરેલી આવવા નિકળી ગયેલા લોકોને શ્રી નિર્લિપ્ત રાયે અપીલ કરી છે કે, પરમીટ વગર પ્રવેશતા નહી જયા છો ત્યા સુરક્ષીત રહો.
બીજી તરફ જિલ્લાની તમામે ચેક પોસ્ટ ઉપર કડક ચેકિંગ કરવું અને પાસ વાળા તથા આવશ્યક ચીજવસ્તુમાં જે વાહનોની છુટછાટ મળેલ છે તે સિવાયના તમામને જિલ્લામાં પ્રવેશતા અટકાવવા, તમામે પોતપોતાના પો.સ્ટે. વિસ્તારના બહારથી જીલ્લામાં પ્રવેશવાના અંતરિયાળ રસ્તામાં આજ રાત્રે પેટ્રોલિંગ કરવું તેમજ એવા તમામ અંતરિયાળ રસ્તાઓને ગાંડા બાવળ કે અન્ય કોઈપણ રીતે બ્લોક કરી નાખવા,બોર્ડરના તમામ થાણા અધિકારીઓએ બોર્ડરને અડીને આવતા ગામોના સરપંચ સાથે વાત કરી જણાવવું કે બોર્ડર ઉપર કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તુરંત પોલીસ સ્ટેશને જાણ કરવી અને અંતરિયાળ પો.સ્ટે. જેમ કે, અમરેલી તાલુકા, સાવરકુંડલા, રાજુલાએ અંતરિયાળ ચેક પો.સ્ટ ઉભી કરવી અને અસરકારક વાહન ચેકિંગ કરવું તેવી સુચના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપી છે.