અબડાસામાં બે માથા વાળું ઘેટુ જન્મ્યું, દૃુર્લભ ઘટનાની તસવીરો

ભૂજ,
કચ્છના અબડાસા તાલુકાના એક માલધારીના માદા ઘેટાએ બે માથા વાળા ઘેટાને જન્મ આપ્યો હોવાની દુર્લભ ઘટના ઘટી છે. જોકે, આ બચ્ચાના જન્મ બાદ તે જિવિત હોવાથી વધુ કુતુહૂલ સર્જાયું છે. બે માથા વાળું આ ઘેટું અબડાસાના વાયોર ગામે જન્મ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. બનાવની વિગત એવી છે કે વાયોરના માલધારી રણજીતસિંહના ઘેટાના ધણમાં એક માદાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચું જન્મ્યા બાદ તેના મે મોઢા આવતા સૌ કોઈ આશ્ર્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આવી દુર્લભ ઘટના કચ્છમાં પહેલી વાર બની હોવાનો અંદાજ છે. ત્યારે માલધારીએ તેના વીડિયો લઈને જાણીતા લોકોને મોકલ્યા હતા.