અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર

સદાબહાર સુનિલ ગ્રોવર મોટે ભાગે કોમિક રોલ્સ અને પાત્રો ભજવતો જોવા મળે છે, પરંતુ બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવમાં તે સંપૂર્ણ નવા અવતારમાં સ્ક્રીન પર આવીને દર્શકોને સરપ્રાઈઝ આપવા તૈયાર છે. ચાહકો તેના સ્ક્રીન પર પાછા આવવાની અને અદભુત પરફોર્મન્સ સાથે ચમત્કાર સર્જવાની વાટ જોઈ રહૃાા છે. હાલમાં સુનિલે તાંડવ વિશે સાંભળ્યા પછી પ્રથમ પ્રતિક્રિયા આપી અને તેના ખુશમિજાજી વ્યક્તિત્વ છતાં આ પાત્ર કઈ રીતે મળ્યું તે વિશે પણ તેણે વાતો કરી. તોડવમાં હું સાડી પહેરીને લોકોને હસાવવાનો નથી, એમ સુનિલ કહીને વાર્તા આગળ વધારે છે, શો વિશે મેં સૌપ્રથમ સાંભળ્યું ત્યારે જ આ જૂના યુગની, જૂની ઘરેડની રાજકીય વાર્તા હોવાની અપેક્ષા હતી.
મેં સૌપ્રથમ વાર સ્ક્રિપ્ટ વાંચતાં જ હું ખોટો પડી ગયો હતો. તાંડવ બહુ જ રોચક વાર્તા છે. હું પણ વાંચતાં જકડાઈ ગયો અને આખી સ્ક્રિપ્ટ વાંચી નાખી. શો બહુસ્તરીય પાત્રો સાથેની હોવાથી મને મોહિત કરે છે. તેણે જણાવ્યું કે હું કોમેડીની જૂની ઘરેડમાં ક્યાંક અટવાઈ ગયો હતો. જેથી આવી સિરીઝનો હિસ્સો બનવા માગતો હતો. અગાઉ હું કોમેડી અને મોજીલો પાત્રોની પાર ભાગ્યે જ વિચારતો હતો. આથી જ અલી અબ્બાસ ઝફર મને આવા ગંભીર અને સધન પાત્ર માટે કાસ્ટ કરશે એવું ધાર્યું નહોતું.
અલીએ મને ગુરપાલના પાત્ર માટે હું પ્રથમ પસંદગી છું અને પાત્રને હું જ ન્યાય આપી શકીશ એવો વિશ્વાસ છે એમ કહૃાું ત્યારે મને આથર્ય થયું હતું. આ ગંભીર પાત્ર ભજવવાના અનુભવ વિશે બોલતાં અભિનેતાએ જણાવ્યું કે મને ડાયરેક્ટર પાસેથી આ માટે માર્ગદર્શન મળ્યું હતું. સુનિલ ઉમેરે છે. હું કોમેડી ભૂમિકાથી ટેવાઈ ગયો છું. આથી આ પાત્ર અલગ કઈ રીતે ભજવાશે તે અલીએ મને જણાવ્યું હતું. મને રસપ્રદ રુચિ લાવવાની આખી પ્રક્રિયામાં આ નવો અનુભવ બહુ જ ગમ્યો છે.