અભરામપરામાં જંગલી સુવરે એક ખેડૂત યુવકને વિંખતા ગંભીર રીતે ઘાયલ થયો

આંબરડી, સાવરકુંડલાના અભરામપરા ગામની સીમમાં એક ખેડૂત યુવક ઉપર જંગલી સુવર દ્વારા હિસંક રીતે હુમલો કરતા પ્રતાપ મકવાણા નામના યુવકને ગંભીર હાલતે 108.મારફત સા.કુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.બનાવની વિગત પ્રમાણે સા.કુંડલાના અભરામપરા ગામના પ્રતાપ કાળુભાઇ મકવાણા નામનો ખેડૂત યુવક અને તેનો કુટુંબી ભાઈ બંને પોતાની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં પહોંચતાં જ જંગલી સૂવરે પ્રતાપ મકવાણા ઉપર અચાનક હુમલો કરી વીંખી નાખ્યો હતો, સાથે રહેલ અન્ય યુવક સુવર ને ભગાડવા કોશિશ કર્યા બાદ આક્રમક સૂવરે હુમલો ચાલુ રાખ્યો હતો, બીક થી અન્ય યુવક નજીકમાં આવેલ લીમડાના ઝાડ ઉપર ચડી ગયો હતો, તો પણ પાગલ બનેલા સૂવરે લીમડાના થડિયે બચકા ભરતો રહ્યો હતો, અને આખરે જંગલી સુવર નું પણ ત્યાંજ મોત નિપજ્યું હતું.બાદમાં ઝાડ પર ચડી ગયેલા યુવકે અન્ય લોકોને બોલાવી ગંભીર રીતે ઘાયલ પ્રતાપ ને 108 મારફત સા.કુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેમના પૂરા શરીરમાં સૂવરે બચકા ભર્યા હતા ત્યાં 50 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર બનાવની જાણ વનવિભાગને કરતા વનવિભાગ ઘટના સ્થળે જઈ મૃત સુવર ને એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયું હતું.