અભિનેતા અમિત સાધ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોની મદદ આવ્યો, વેતન આપવા કરી અપીલ

કોરોના વાયરસે વર્ષ ૨૦૨૦માં દેશ અને દુનિયાભરમાં કહેર વર્તાવ્યો હતો. એવું નથી કે ૨૦૨૧માં કોરોના નબળો પડ્યો છે પરંતુ જે ડર કોરોનાને લઈને ૨૦૨૦માં જોવા મળ્યો તેનાથી કહેર વર્તાયો છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઠપ્પ થયા પછી મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલિસ્ટ સહિત અન્ય ક્રુ મેમ્બરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે અભિનેતા અમિત સાધ આ લોકોના સપોર્ટમાં આવ્યો છે અને લોકોને એક ખાસ અપીલ કરી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહૃાું કે, મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલિસ્ટ અને અન્ય ક્રુ મેમ્બરો ખુબ જ મહેનત કરે છે. ખુબ જ વધારે મહેનત કરે છે.
આપણે લોકો મોટા સ્તર ઉપર કામ કરીએ છીએ. ઓછામાં ઓછું એટલું તો કરી શકીએ છીએ આ કામદારોને તેનું વેતન સમય પર આપી દઈએ. આપણે એકબીજાની મદદની જરૂર છે અને આ લોકો તરફ આપણું ધ્યાન જવું જરૂરી છે. જણાવી દઈએ કે કોરોના કાળમાં પણ અમિત સાધે વર્કર્સ અને ક્રુ મેમ્બરોનું સમર્થન કર્યું છે. અમિત સાધે તેના મેકઅપ દાદા રમેશ વિશે વાત કરતા કહૃાું કે, હું તેમને મારી ડેબ્યુ ફિલ્મ કાઈ પો છે થી જાણુ છું. તે સમયે તો હું તેમને વધારે વેતન આપી શકતો ન હતો.
પરંતુ તેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો હતો. તેણે પોતે અને તેના પરિવારને મારા માટે રિસ્ક પર રાખ્યા. બીજું કંઈ નહીં તો હું એટલું તો કરી શકું છું કે તેમનો આભાર માનું અને તેમનું વેતન સમયસર આપી દઉં. કામની વાત કરીએ તો અમિત સાધ છેલ્લી સકુંતલા દેવી ફિલ્મમાં નજરે પડ્યો હતો. ફિલ્મમાં તે વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ પોતાની એક્ટિંગથી ધાક જમાવી લીધી છે.