અભિનેતા અલી ખાન નેતા બનવાની તૈયારીમાં…!!

ખુદા ગવાબ, સરફરોશ, મા તુઝે સલામ, ઈંડિયન સહિત ૧૦૦ થી વધુ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર બોલિવૂજ એક્ટર અલી ખાન હાલ બેરોજગાર છે. કોરોનાના કારણે લાગેલા લોકડાઉનથી કલાકારની આ સ્થિતી બની છે. બિહારના શેરઘાટીથી સંબંધ ધરાવતા અલી ખાન આ જ કારણે બિહારમાં યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં પોતાનું કિસ્મત અજમાવવા જઈ રહૃાા છે. જેને લઈ તેઓ આરજેડીના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને મળવા પહોંચ્યા હતા. શેરઘાટીથી રાજદની ટિકિટની ઈચ્છા ધરાવતા આ કલાકાર રિમ્સમાં મળવા પહોચ્યા હતા.
રિમ્સમાં લાલૂ સાથે મુલાકાત ન થતા ઉદાસ થયેલા અલી ખાને કહૃાુ હતું કે, તેઓ કોશિશ કરી રહૃાા છે કે, લાલૂ સાથે તેમની મુલાકાત થઈ જાય. બોલિવૂડમાં પોતાના અભિનયના જોરે આગળ આવેલા કલાકારે જણાવ્યુ હતું કે, કોરોના અને લોકડાઉનના કારણે કામ ન મળતા રાજકારણમાં આવવા માગે છે. તેઓ બે મહિનાથી પણ વધારે સમયથી તેઓ ઘરે બેઠા છે. ત્યારે ઈચ્છા થઈ કે, શેરઘાટીથી ચૂંટણી લડું.
અલી ખાને કહૃાુ હતું કે, લાલૂ પ્રસાદ યાદવ સાથે તેમને ૨૫ વર્ષ જૂનો સંબંધ છે. એટલા માટે તેઓ લાલટેન દ્વારા રાજકારણમાં આવવા માગે છે. બિહારના શેરઘાટી સીટ પરથી ઉમેદૃવારી કરવા માગતા અલીને જોઈએ હવે રાજકારણમાં કેટલીક સફળતા મળે છે.