અભિનેતા સોનુ સૂદ સોનૂ ફોર યૂ નામથી બ્લડ બેન્ક એપ શરુ કરશે

અભિનેતા સોનૂ સૂદ ’સોનૂ ફોર યૂ નામથી એક બ્લડ બેક્ધ એપ શરૂ કરવા જઈ રહૃાો છે. તેને દેશમાં મોટા પાયે લોન્ચ કરવામાં આવશે. તેને એક એપ દ્વારા સંચાલિત કરવામાં આવશે. દાવો છે કે દેશની સૌથી મોટી બ્લડ બેક્ધ હશે. આ એપનો ઇરાદા રક્તદાતાઓને એવા લોકો સાથે જોડવાનો છે, જેને લોહીની તત્કાલ જરૂર છે. આ એપની મદદથી જેને લોહીની જરૂર છે, તે રક્તદાતાને શોધી શકે છે. આ સાથે તે રક્તદાતાને એક રિક્વેસ્ટ મોકલી શકે છે.

ત્યારબાદ શરૂ થાય છે આગળની પ્રક્રિયા, જેમાં રક્તદાતા હોસ્પિટલ જઈને રક્તદાન કરશે. આ પહેલ શરૂ થતા પહેલા જ તેને દેશની સૌથી મોટી બ્લડ બેક્ધ કહેવામાં આવી રહી છે.

સોનૂ સૂદએ જણાવ્યુ, ’સોનૂ ફોર યૂ એપ લાવવાનો વિચાર મારા મિત્ર જોનસનનો છે. હકીકતમાં લોકોને લોહીની જરૂર પડે છે અને તેને તત્કાલ પૂરી કરવી પડે છે. આપણે તેને સોશિયલ મીડિયા પર શેર કરીએ ત્યારબાદ રિસ્પોન્સ મળે છે. જેથી અમે વિચાર્યું કે, કેમ આ કામ આપણે એક એપ દ્વારા કરીએ.