અભિનેત્રી અલાયા ફર્નિચરવાલાના સ્ટંટ કરતા કરતા ગોઠણ છોલાઇ ગયા..!

અલાયા એફ નામથી ઓળખાતી અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. તે તેના બોલ્ડ ફોટો અને વીડિયોથી લોકોમાં ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રીનો એક ફોટો સામે આવ્યો છે અને જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. તે આ ફોટોમાં બિકીનીમાં જ જોવા મળી રહી છે પણ જાણે કોઈ સ્ટંટ કરતી હોય એવું લાગી રહૃાું છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે તે પૂલમાં છલાંગ લગાવી રહી છે. હવામાં જ અભિનેત્રીનો ફોટો લેવામાં આવ્યો છે. આ ફોટોમાં તે એડવેન્ચર લાગી રહી છે. તેણે આ ફોટો સાથે સરસ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું કે, શાયદ હું એ જણાવી શકી હોત કે આ ફોટો લેવા માટે મારે કેટલીક વખત ગોઠણ છોલાવવો પડ્યો અને કેટલીય વખત હું નિષ્ફળ ગઈ.

આ ફોટો જોઈને તમે પણ કહેશો કે અભિનેત્રીએ શોટ તો જોરદાર લીધો છે. ફોટોમાં અલાયાની મહેનત પણ નજરે દેખાઈ રહી છે. આ બિકીની ફોટો હવે વાયરલ થઈ રહૃાો છે અને ફેન્સ શેર કરી રહૃાા છે. આ સાથે જ અલાયાનું ફેન ફોલોઈંગ તગડું છે એથી લોકો વખાણ પણ કરી રહૃાા છે. લોકોએ તેના જૂનુનની પ્રશંસા કરી છે.