અભિનેત્રી આલિયા ભટ્ટનો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના નેગેટીવ આવી છે. બુધવારે પોતાના રીપોર્ટ વિશે સો.મીડિયા પર જાણકારી આપી હતી. આ ખબરને શેર કરતા અભિનેત્રીએ ઇન્સટાગ્રામ પર લખ્યુ, આ જ સમય છે જ્યા નેગેટીવ થવુ સારી બાબત છે.

આલિયા ભટ્ટ ૨ એપ્રિલે કોરોના સંક્રમિત થઈ હતી. આલિયા ભટ્ટ જ્યારે બિમાર પડી ત્યારે તે સંજયલીલા ભણસાલીની ગંગુબાઈ કાઠીયાવાડિ કરવામાં વ્યસ્ત હતી. આકસ્મિક રીતે આલિયાનો ચર્ચતિ બોયફેન્ડ રનબિર કપૂર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેણે પોતાને હોમ આઇસોલેટ કર્યો હતો. આલિયા અને રનબિર અયાન મુખર્જીના ડ્રિમ પ્રોજેક્ટ બ્રમ્હાસ્ત્રમાં સાથે કામ કરી રહૃાા છે, જેમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રોય છે.

આલિયા ભટ્ટ પાસે બાહુબલી ડિરેક્ટર રાજામોલીનો આવનાર પ્રોજેક્ટ ઇઇઇ પણ છે જેમાં રામ ચરણ, દ્ગ્ઇ ત્નિ અને અજય દેવગન છે. આલિયા જલ્દૃી પ્રોડ્યુસર પણ બનાવા જઈ રહી છે જેમા તે ખુદ અભિનય કરી રહી છે. આ માતા-પુત્રી ડ્રામામાં શેફાલિ શાહ છે. આલિયા આ ફિલ્મ માટે શાહ રૂખ ખાન સાથે કો-પ્રોડ્યુસર છે.