અભિનેત્રી કાજોલ દીકરી સાથે સિંગાપુરમાં રહેશે

  • દીકરીનું ભવિષ્ય સુધારવા કાજોલ-અજયનો નિર્ણય
  • ૨૦૧૮માં અજય અને કાજોલે સિંગાપોરમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જેથી ત્યાં રહેવામાં તેમને કોઈ તકલીફ ના પડે

અજય દૃેવગણ અને કાજોલની દીકરી ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. જો કે, ૧૭ વર્ષની ન્યાસા કોરોના મહામારીના કારણે માર્ચ મહિનામાં મુંબઈ આવી ગઈ હતી. સિંગાપોરમાં સ્કૂલો-કોલેજો અને ઓફિસો ફરી શરૂ થઈ છે ત્યારે ન્યાસા અને કાજોલ પણ ત્યાં જવાના છે. કાજોલ દીકરી સાથે કેટલાક મહિનાઓ સુધી રહેશે પણ ખરી. સૂત્ર પાસેથી મળેલી જાણકારી મુજબ, ન્યાસા સિંગાપોરમાં યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે. કાજોલ અને અજય નહોતા ઈચ્છતા કે તેમની દીકરીનો અભ્યાસ બગડે. સાથે જ આ મહામારીમાં તેમની દીકરી વિદૃેશમાં એકલી રહે તેવી પણ ઈચ્છા નહોતી. માટે કાજોલ ન્યાસા સાથે સિંગાપોર રહેશે. કાજોલ આગામી થોડા મહિનાઓ સુધી ન્યાસા સાથે સિંગાપોરમાં જ રહેશે. ૨૦૧૮માાં અજય અને કાજોલે સિંગાપોરમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જેથી ત્યાં રહેવામાં તકલીફ ના પડે. તો બીજી તરફ અજય દૃેવગણ દીકરા યુગ સાથે મુંબઈમાં જ રહેશે. મતલબ કે, દીકરીનું ભવિષ્ય સુધરે તે માટે થોડો સમય કાજોલ અને અજય અલગ-અલગ દૃેશોમાં રહેશે. તો અજય મુંબઈમાં યુગને સાચવવાની સાથે કામ પર પણ ધ્યાન આપશે. અજયે તેના હોમ પ્રોડક્શનની બે સ્ક્રીપ્ટ પર કામ શરૂ કર્યું છે. આ સિવાય બે ફિલ્મોના પોસ્ટ-પ્રોડક્શનમાં પણ ધ્યાન આરી રહૃાો છે. મેદાન, કૈથીની રિમેક અને ગોલમાલ ૫ સહિતની ફિલ્મોમાં અજય દૃેવગણ અભિનય કરતો જોવા મળશે.