અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરતી હોવાની અટકળો

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય પોતાની એક્ટિંગ સિવાય સેન્સ ઓફ હૃાુમરના લીધે પણ જાણીતા છે. જ્યારે જ્યારે તે ધ કપિલ શર્મા શૉ પર આવે છે ત્યારે કપિલ કરતાં પણ વધારે હૃાુમર કરતાં જોવા મળે છે, સાથે સાથે લોકોની પોલ પણ ખોલી નાંખે છે.

હાલમાં જ અક્ષય અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શૉમાં આવ્યા હતા. તે સમયે ફિલ્મની સાથે સાથે કિયારાની પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચાઓ થઇ હતી. મિડીયા રિપોર્ટ્સ અનુસાર અક્ષયની વાતોમાંથી કિયારાની બોયફ્રેન્ડનું નામ સામે આવ્યું છે.

ધ કપિલ શર્મા શૉના કલાકારોની મજાક ઉડાવી હતી અને બધાના ક્લાસ લીધા હતા. કપિલે કિયારાને રમૂજી પ્રશ્ર્નો પૂછ્યા હતા, તેમાં તેની લવલાઇફ વિશે પણ વાત કરી હતી ત્યારે અક્ષયે તેની પોલ ખોલી નાંખી હતી.

એક પ્રશ્ર્નના જવાબમાં અક્ષયે કહૃાું કે, આ સિદ્ધાંતોવાળી છોકરી છે. આ વાક્ય બાદ લોકો અટકળો લગાવી રહૃાાં છે કે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા ડેટ કરી રહી છે. હવે આ ન્યુઝ કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો માત્ર કિયારા જ જાણે છે.