અભિનેત્રી કૃતિ સેનને કોરોનાને હરાવ્યો, ફેન્સ અને ડૉક્ટર્સનો માન્યો આભાર

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને કોરોનાને મ્હાત આપી છે. કૃતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કૃતિએ ટ્વીટર પર આપી હતી અને ફેન્સ અને ડૉક્ટર્સનો આભાર માન્યો હતો. કૃતિ સેનને ટ્વીટ કરી કે, જણાવતા ખુશી થઈ રહી છે કે, મારો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટિવ આવ્યો છે.
બીએમસીના અધિકારીઓ, માનનીય આસિસ્ટન્ટ કમિશ્ર્નર મિસ્ટર વિશ્ર્વાસ મોટે અને મારા ડૉક્ટર્સનો આભાર જેઓએ મારી મદદ કરી અને મારું ધ્યાન રાખ્યું. અને આપ તમામનો પણ આભાર કે તમે મને દુઆઓ અને પ્રેમ આપ્યો. ઉલ્લેખનીય છે કે, કૃતિ સેનન થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ હતી. કૃતિ, રાજકુમાર રાવ સાથં ચંડીગઢમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
કોરોના સંક્રમિત થયા બાદ મુંબઈ પરત આવી હતી અને પોતાને ક્વોરન્ટાઈન કરી લીધું હતું. કૃતિ સેનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે જલ્દીજ ફિલ્મ મીમીમાં નજર આવશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા, સુપ્રિયા પાઠક અને સાઈ તામ્હનકર છે. આ ફિલ્મને ડાયરેક્ટર લક્ષ્મણ ઉટકરે બનાવી છે.