અભિનેત્રી ક્રિતી સેનન થઇ કોરોના સંક્રમિત

હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે ચંદીગઢમાં ફિલ્મ ‘જગ જુગ જીયોનું શૂટિંગ કરી રહેલા વરૂણ ધવન, નીતુ કપૂર અને દિગ્દર્શક રાજ મહેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે એવા અહેવાલ મળ્યા છે કે અભિનેત્રી ક્રિતી સેનન પણ કોરોના પોઝિટિવ આવી છે. ક્રિતી સેનન ચંદીગઢમાં રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી હતી અને શૂટિંગનું ચંદીગઢ શિડ્યુલ એક દિવસ અગાઉ પૂરું થયું હતું.
ક્રિતીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ક્રિતીએ સોમવારે જ કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપી છે. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે ક્રિતીની તબિયત કેવી છે અને તેનામાં કોરોના વાયરસના કેટલા લક્ષણો જોવા મળે છે.
ક્રિતી સેનન છેલ્લે અર્જુન કપૂર અને સંજય દત્ત સાથે ફિલ્મ ‘પાણીપતમાં જોવા મળી હતી. હવે અભિનેત્રી પંકજ ત્રિપાઠી અને સઈ તમહાનકર સાથે ફિલ્મ ‘મીમી માં જોવા મળશે, જેમાં તે સરોગેટ માતાની ભૂમિકા નિભાવી રહી છે. આ સિવાય ક્રિતી સેનન પાસે અક્ષય કુમાર સાથે ‘બચ્ચન પાંડે અને પ્રભાસ સાથે ‘આદિપુરુષ જેવી મોટી ફિલ્મો પણ છે.