અભિનેત્રી નતાશા સુરીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ

અભિનેત્રી નતાશા સુરી કોરોના વાયરસ પોઝિટીવ આવી છે. અને પોતાની આગામી થ્રીલર શો ડેંજરસનો પ્રચાર છોડવો પડશે. નતાશાએ કહૃાું કે, હું ૧લી ઓગષ્ટના રોજ જરૂરી કામથી પૂના ગઈ હતી. લાગે છે કે મને વાયરસનો ચેપ લાગ્યો છે. મને લાગે છે આ વાયરસે પોતાની બહેન રૂપાલી અને દાદીને આપ્યો છે. તેણે કહૃાું કે, તે પણ બિમાર છે. પરંતુ સારી વાત એ છે કે અમે બધા ધીરે ધીરે સ્વસ્થ થઈ રહૃાાં છીએ. આ એક અજીબ સંયોગ છે કે મને ફિલ્મ ડેંજરસના પ્રચારથી દૃુર રહેવું પડશે. જે ૧૪ ઓગષ્ટના રોજ રિલીઝ થનારી છે.
હું વાસ્તવમાં મારા સહકલાકાર બિપાસા બાસુ અને કરણિંસહ ગ્રોવરની સાથે ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે હવે આ સંભવ થઈ શકશે નહીં. અભિનેત્રીએ કહૃાું કે, ભગવાનની કૃપાથી હું જલ્દૃી સ્વસ્થ થઈ જઈશ. હાલમાં હું શારીરિક રૂપથી કમજોર અને થાક મહેસુસ કરી રહી છું. પરંતુ માનસિક રૂપથી હું ઉત્સાહીત છું હું ફિલ્મના દૃર્શકો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છું.