અભિનેત્રી રકુલપ્રીત સિંહ થઇ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવનાર ટેસ્ટ કરાવવા કરી અપીલ

રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. રકુલે કહૃાું હતું, ’હું તમામને કહેવા માગું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં ક્વૉરન્ટીન છું. મારી તબિયત સારી છે અને આરામ કરી રહી છું. વિનંતી કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ કોરોનાનો ટેસ્ટ કરાવી લે. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં રકુલ હૈદરાબાદમાં ’મેડે’નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તે પાયલોટના રોલમાં જોવા મળશે. અજયે ૧૧ ડિસેમ્બરના રોજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મ ૨૦૨૨માં ૨૯ એપ્રિલે રિલીઝ થશે.

ત્રણ મહિના પહેલાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા રકુલ પ્રીત સિંહની NCB એ પૂછપરછ કરી હતી. દીપિકાનું નામ મેનેજર કરિશ્મા પ્રકાશ સાથેની ચેટમાં આવ્યું હતું. તો રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમિયાન સારા અલી ખાન તથા રકુલપ્રીત સિંહનું નામ લીધું હોવાની ચર્ચા છે. ટેલેન્ટ મેનેજર જયા સાહા તથા શ્રદ્ધાની ચેટ વાઈરલ થઈ હતી.