અભિનેત્રી શ્રુતિ સેઠની અચનાક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ, કરાઈ ઈમરજન્સી સર્જરી

વર્ષ ૨૦૨૦નું વર્ષ ભારત સહિત વિશ્વભરમાં માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. ભારતમાં પણ ખાસ કરીને બોલિવૂડ માટે ખુબ જ ખરાબ રહૃાું છે. ત્યારે આજે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં અભિનેત્રી શ્રુતિ સેઠએ તાજેતરમાં ઈમરજન્સી સર્જરી કરાવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાણકારી આપી છે. શ્રુતિએ જણાવ્યું, અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરાવવાની સલાહ આપી હતી. હાલ તબિયત પહેલા કરતા સારી છે. શ્રુતિએ ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો. જેમાં લખ્યું હતુ કે, આખરે વર્ષ ૨૦૨૦ મારા માટે પણ ખરાબ બનીને આવ્યું.
હું ઈચ્છતી હતી કે ક્રિસમસ એન્જોય કરું, ન્યૂ યર સેલિબ્રેટ કરું પરંતુ સંજોગવશાત થઈ શક્યુ નથી. મારે ઇમરજન્સી સર્જરી કરાવવી પડી છે. તેણે કહૃાું, સમય આપણને ઘણું શીખવે છે. તમે દરેક સમય સ્વસ્થ ન રહી શકો. શ્રુતિની આ પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. શ્રુતિના ચાહકોએ લખ્યુ, વર્ષ ૨૦૨૦ કોઈ માટે સારું રહૃાું નથી.
તમે તમારો ખ્યાલ રાખજો. એક યૂઝરે લખ્યું, અચાનક હાલત કેવી રીતે બદલાઈ જાય છે તે ખબર પણ પડતી નથી. તમે વધારે ન વિચારો, આરામ કરો. શ્રુતિએ શરારત, દેશમાં નિકલા હોગા ચાંદ, ક્યો હોતા હૈ પ્યાર અને કોમેડી સર્કસ જેવા શો ઉપરાંત અનેક ફિલ્મોનો હિસ્સો રહી છે. તેણે ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત શ્રુતિએ ફના, રાજનીતિ, આગે સે રાઇટ જેવી ફિલ્મોમાં રોલ કર્યો છે.