અભિનેત્રી સારા અલી ખાન પોતાના લેટેસ્ટ ડ્રેસને લઈને થઇ ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. તે ફરી એકવાર તેના લેટેસ્ટ ડ્રેસને લઈને ચર્ચામાં છે. ખરેખર, સારા અલી ખાને પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બેકલેસ લેહેંગા બ્લાઉઝ પહેર્યું છે. આ પછી સો.મીડિયા યુઝર્સે અભિનેત્રીને જોરદાર રીતે ટ્રોલ કરી છે. આ સાથે યુઝર્સે મનીષ મલ્હોત્રાને પણ બોલવાનું બાકી રાખ્યું નથી.

સેલિબ્રિટી ફોટોગ્રાફરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં તે બેકલેસ લહેંગા બ્લાઉઝમાં તેની પીઠ લોન્ટ કરી રહી છે. બીજી અને ત્રીજી તસવીરમાં તે અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટોગ્રાફરે પોતાની પોસ્ટમાં જણાવ્યું, સારા અલી ખાને મનીષ મલ્હોત્રાનો ડ્રેસ પહેર્યો છે.

સારા અલી ખાનના આ ડ્રેસ પર યુઝર તેમને જોરદાર ટ્રોલ કરી રહૃાા છે. વહિયત, બકવાસ અને ખારાબ જેવી કોમેન્ટ સારાની તસવીરો પર કરી રહૃાા છે.

સારા અલી ખાનના ડ્રેસને લઇને એક યુઝરે લખ્યું, ‘લેહેંગાના સ્કર્ટમાં જેટલું કાપડ વપરાય છે. તેના બ્લાઉઝને મૂકો અને આટલો વાહિયાત બ્લાઉઝ કઇ દુલ્હન પહેરે છે. એક યૂઝર્સે તો લખ્યું, કોણ પહેરશે આવો બ્લાઉઝ, બ્લાઉઝ પણ વિચારી રહૃાો હશે હમણા પડી જશે.

યૂઝર્સે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને આડે હાથ લેતા લખ્યું, ‘ડિઝાઈન કરો અને થોડું વિચારીને કપડાં બનાવો. બીજા યૂઝરે લખ્યું,  શું વાહિયાત ડ્રેસ”

સારા અલી ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે વરૂણ ધવનની સાથે ફિલ્મ ‘કુલી નંબર ૧ માં જોવા મળી હતી. હવે સારા અલી ખાને દિગ્દર્શક આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ છે.