અભિનેત્રી સોનમ હોલિવૂડ ફિલ્મ ટેનેટ જોવા પહોંચી

  • અભિનેત્રી સોનમ કપૂર હાલ લંડનમાં છે
  • અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મ જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે તરત જ ઇન્સ્ટાગ્રામ ઉપર ખુશી વ્યક્ત કરી

સોનમ કપૂર આ દિવસોમાં લંડનમાં છે અને તાજેતરમાં તે ફિલ્મ ટેનેટ જોવા થિયેટરમાં ગઈ હતી. સોનમ આ ફિલ્મ જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે તરત જ ઇન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરી. સોનમ બે બાબતોથી ખૂબ જ ખુશ છે, જેનો ઉલ્લેખ તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે. ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ટેનેટ જોવા સોનમ થિયેટરો પહોંચી હતી. તેણે લખ્યું છે કે મોટા પડદા પર કોઈ ફિલ્મ જોવી અદભૂત છે. આ સિવાય સોનમે આ ફિલ્મનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ડિમ્પલ કાપડિયાને ટેનેટમાં જોઈને તેના રૂવાડાં ઉભા થઈ ગયા હતા. સોનમે લખ્યું છે કે મોટા પડદા પર સિનેમાની તુલના કોઈની પણ સાથે કરી શકાય નહીં. સોનમે ફિલ્મ ટેનેટનો એક સીન શેર કર્યો છે જેમાં ડિમ્પલ કાપડિયા જોવા મળે છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસે સિનેમાની દૃુનિયામાં પણ સ્થિરતા લાવી દીધી છે. જો કે, ઘણા દૃેશોમાં સલામતીના નિયમોનું પાલન કરી તેને ફરીથી ખોલવામાં આવ્યા છે. ભારતમાં સિનેમા હજુ બંધ છે. તાજેતરમાં, ટોમ ક્રુઝ પણ ટેનેટ જોવા થિયેટર પહોંચ્યો હતો. તેણે પણ પોતાની પોસ્ટમાં મોટી ફિલ્મ અને મોટા થિયેટર પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.