અભિનેત્રી હુમા કુરૈશીએ સોનાક્ષી સિંહાને ચોર કહી…!

સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ તેના કોલેજના મિત્રો સાથેની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં સોનાક્ષી સિંહા ગોવા રેસ્ટોરાંમાં તેના મિત્રો સાથે પોઝ કરતી જોવા મળી છે જેમાં તે ઓલ-વ્હાઇટ આઉટફિટમાં અને પ્રિન્ટેડ શ્રગમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે, જોકે અભિનેત્રી હુમા કુરેશીની એક ટિપ્પણી આ ચિત્રો તરફ દરેકનું ધ્યાન દોર્યું છે.
હુમા કુરેશીએ મજાકમાં સોનાક્ષી સિંહાને તેની હેરસ્ટાઇલની નકલ કરવા માટે ’ચોર’ ગણાવી છે. તમને જણાવી દઈએ કે આ તસવીરો સોનાક્ષીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેની સાથે તેણે કેપ્શનમાં તેના પ્રશંસકોને ગોવાની મુલાકાત લેવાનું પણ કહૃાું છે. સોશિયલ મીડિયા પર ચાહકો સોનાક્ષીની શૈલી અને સુંદરતાની પ્રશંસા કરી રહૃાા છે.