અભિનેત્રી હેમા માલિનીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી હતી.

વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ હેમા માલિનીએ ટ્વિટર પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેમણે લખ્યું કે, મે કૂપર હોસ્પિટલમાં લોકો સાથે કોરોની રસી મુકાવી છે. હાલમાં જ અભિનેતા સૈફ અલી ખાને પણ મુંબઈમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સૈફ હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે. સરકારી આંકડા અનુસાર, ભારતમાં ૫ માર્ચ ૨૦૨૧ સુધી એક કરોડ ૯૦ લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.