અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે: સોનિયા ગાંધી

ગાંધી, નહેરુ કે આંબેડકર કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે દેશની આ સ્થિતિ હશે
ન્યુ દિલ્હી,તા.૨૯
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહૃાું કે દેશમાં કેટલીક તાકતો લોકોને લડાવીને નફરતનું ઝેર ફેલાવી રહી છે. તેમણે કહૃાું કે આ સમયે દેશમાં અભિવ્યક્તિનો અધિકાર જોખમમાં છે અને તે શક્તિઓ દેશના ઘણા વર્ગને મૌન રાખવા માંગે છે. યુપીએના અધ્યક્ષ સોનિયાએ કહૃાું હતું કે ગાંધી, નહેરુ અથવા આંબેડકર જેવા આપણા પૂર્વજોએ કદિ કલ્પના પણ નહોતી કરી કે આઝાદિના ૭૫ વર્ષ પૂરા થયા પછી દેશમાં એવી પરિસ્થિતિ હશે કે બંધારણ અને લોકશાહી જોખમમાં મુકાશે.
સોનિયાએ કહૃાું, “કેટલીક તાકતો જે ઈચ્છે છે કે લોકો એકબીજા સાથે ઝગડતા રહે, દેશમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે.” દેશમાં અભિવ્યક્તિનો અધિકાર જોખમમાં છે, લોકશાહીનો નાશ થઈ રહૃાો છે. તેઓ ઇચ્છે છે કે દલિતો, આદિૃવાસીઓ, મહિલાઓ અને યુવાનો મોં બંધ રાખે. તેઓ દેશને ચૂપ રાખવા માગે છે. આપણા પૂર્વજોમાંથી કોઈ પણ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અથવા ભીમરાવ આંબેડકર હોય, તેઓ કલ્પના પણ નહીં કરી હોય કે આઝાદૃીના ૭૫ વર્ષ પછી દેશ આવી સ્થિતિમાં હશે જ્યારે આપણું બંધારણ અને લોકશાહી જોખમમાં પડી જશે. ’
આપને જણાવી દઈએ કે આ સમયે કોંગ્રેસ પણ ખરાબ રીતે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદૃે ફરી એકવાર કહૃાું છે કે, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓની નારાજગી હોવા છતાં, કોંગ્રેસ કાર્યકારી સમિતિ સહિત સંગઠનના મુખ્ય હોદ્દા માટે ચૂંટણીઓ યોજાવી જોઈએ. તેમણે એમ પણ કહૃાું હતું કે જેઓ ચૂંટણીનો વિરોધ કરી રહૃાા છે તેઓ તેમના પદૃ પર જવાથી ડરતા હોય છે. આઝાદે કહૃાું હતું કે, જો સંગઠનમાં ચૂંટણીઓ યોજાતી નથી, તો કોંગ્રેસ આગામી ૫૦ વર્ષો સુધી વિપક્ષમાં બેસશે.