અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સુવિધા ૨૮ ડિસેમ્બરે ફરી શરૂ થાય તેવી શક્યતાઓ

સી-પ્લેનને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહૃાા છે. અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સુવિધા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. પરંતુ લોકમુખે ચર્ચાનો વિષય બનેલું જૂનું સી પ્લેનને લઈને એક ખુશખબર પણ મળી રહૃાા છે. આ વખતે માલદીવથી જૂનું સી પ્લેન નહિ પણ બીજું સી-પ્લેન આવશે અને તે ૨૭ ડિસેમ્બરે આવી શકે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર  સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી ઉડાન ભરીને તેઓ ૪૫ મિનિટમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ Q-ISC ધરાવતું આ સી- પ્લેન હતું, જેના કારણે રાજ્યભરમાં તેની ચર્ચાઓ અને ટીકાઓ થઈ હતી.

પરંતુ પીએમ મોદીએ સી પ્લેનની શરૂઆત કરાવ્યા બાદ એક મહિનો આ સુવિધા ચાલી અને પછી તેને મેઇન્ટેનસન્સ માટે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. અસ્થાયી ધોરણે સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી સી-પ્લેનને લઈને એક સમાચાર મળી રહૃાા છે. એક મહિનાથી બંધ કરાયેલ સી-પ્લેનની સેવા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.