અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે  પ્લેન સેવા ફરી શરૂ થશે

સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ પીએમ મોદી દેશની પ્રથમ પેસેન્જર  પ્લેન સેવાની શરૂઆત કરાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા.૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮કયું-આઈએસસી ધરાવતું આ  પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું.ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.૨૮ મી નવેમ્બરે આ  પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું, અને અસ્થાયી ધોરણે  પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી.  પ્લેનની સેવા શરૂ થવાના ૨૮ દિવસોમાં જ  પ્લેન મેન્ટેનન્સ માટે મોકલાતા અનેક તર્ક વિતર્કો પણ ચાલી રહૃાા હતા, બીજી બાજુ ૧૫ દિવસમાં જ ઉડાન યોજના હેઠળ સરકાર દ્વારા શરૂ કરવામાં કરવામાં આવેલી આ  પ્લેન સેવા શરૂ થશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી પણ આપી હતી.

આ તમામની વચ્ચે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી  પ્લેન સેવા ફરી શરૂ થશે એવી સ્પાઈસ જેટ જાહેરાત કરતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.  પ્લેન સેવા અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ યુનિટી વચ્ચે ૨૭ ડિસેમ્બરથી ફરીથી શરૂ થશે એવી સ્પાઈસ જેટે જાહેરાત કરી છે.

સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઈસ શટલ ૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ થી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાની સ્ટેચ્યુ યુનિટી વચ્ચે  પ્લેન સેવા ચાલુ કરશે.મુસાફરો માટે  પ્લેન સર્વિસનું બુિંકગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૦ થી ખુલશે.આ લાઈટ સેવા સ્પાઈસ જેટની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, સ્પાઇસ શટલ દ્વારા સંચાલિત છે.અને આ લાઈટ્સ માટે ૧૫ સીટરની  ઓટર ૩૦૦” તૈનાત કરવામાં આવી છે.