અમદાવાદનાં હાઇવે નજીક દુદાપુર ગામે સ્પેશ્યલ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો

અમરેલી,
સ્પેશ્યલ મોનીંટરીંગ સેલના એસપી શ્રી નિર્લીપ્તરાયની ટીમે અમદાવાદ ધ્રાંગધ્રા હાઇવે ઉપરઆવેલા દુદાપુર ગામે ઇગ્લિશદારૂના વેચાણ ઉપર દરોડો પાડી 7224 બોટલ જેની કિં.30,55,900 અને એક ટેન્કર રૂા.5 લાખ તથા મોબાઇલ ફોન, રોકડ રકમ રૂા.43,200મળી કુલ 36,09,100 ના મુદામાલ સાથે હનીફખા નિહાલખા શેરા અને ગણેશ ઉર્ફે ભાઇ નામના શખ્સોને પકડી પાડેલ છે.આ દરોડામાં એસએમસીના પીએસ આરએસ પટેલ અને તેની ટીમે ફરજ બજાવી હતી.