અમદાવાદના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ લીરેલીરા ઉડ્યા

  • મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોરોનાનો ભય વધ્યો

શહેરમાં ધીરે-ધીરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહૃાો છે. ત્યારે હવે લોકો બેફામ બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર રોડ પર ફરતા જોવા મળી રહૃાા છે. આજે વહેલી સવારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર યુવાનો મોટી સંખ્યામાં ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા. જોકે પોલીસ આવતા નાશભાગ મચી ગઈ હતી. ત્યારબાદ હવે એલિસબ્રિજ પાસે ગુજરી બજારમાં પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે.

વાઈરસનો ડર જ ના હોય તેમ લોકોની માલ-સામાન લેવા માટે ગુજરી બજારમાં ભીડ જામી હતી. આ સમયે બજારમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરવા સહિતની બેદરકારી જોવા મળી હતી. બીજી તરફ ઈદ આવતી હોવાથી લોકો બકરાની ખરીદી કરવા પણ મોટા પ્રમાણમાં એકઠા થયા હતા. ત્યારે જો આ ભીડમાંથી કોઈ એકને પણ કોરોના વાઈરસ હોય તો મોટા પ્રમાણમાં લોકલ સંક્રમણનો ખતરો બની શકે છે. જોકે આ પ્રમાણે લોકો એકસાથે એકઠા થતા પોલીસના કામ સામે પણ સવાલો ઉભા થઈ રહૃાા છે.