અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલુ ગુંડા બકુબખાનના બંગલે પહોંચ્યા અને કરોડોનો બંગલો તોડી પાડયો

અમરેલી,
અમદાવાદમાં થોડો સમય અગાઉ પોલીસના જોન 7 માં કેટલાંક કુખ્યાત ગુંડાઓનું રાજ હતુ ડીસીપી પ્રેમસુખ ડેલુની નિમુણંક થયા બાદ આ ગુંડા રાજ ખતમ કરવાની કવાયત હાથ ધરી હતી જેમાં સુલતાનખાન ગેંગ, નજીર વ્હોરા ગેંગ, અજહર કીટલી ગેંગ અને કાલુ ગર્દન ગેંગના મુખ્ય ગુંડાઓને જેલના સળીયા પાછળ ધકેેલી દીધા છે અને હવે આ ગુંડાઓની ગેરકાયદેર મીલ્કતો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે.તેવી જ રીેતે વેજલપુર વિસ્તારમાં આજે ડીસીપી પ્રેમસુખ ડેલુુ સો જેટલા પોલીસ કર્મચારીઓ, ઘોડે સવાર પોલીસ કર્મચારીઓ સાથે ગુંડાઓની મીલ્કત ઉપર તવાઇ બોલાવવા દોડી ગયા હતા આજે સુલતાન ખાન ગેંગના ખજાનચી કહેવાતા બકુખાનના બંગલાને પોલીસ અને એમસી દ્વાર તોડી પાડવામાં આવ્યો છે.ગુજસીટોકના ગુન્હમાં બકુખાનની ધરપકડ કરીને તેની કલમ 268 ની કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે.
અને વેજલપુરમાં બકુખાનના બે માળના ગેરકાયદે બંગલાને આજે તોડી પાડવામાં આવ્યો છે.આ બંગલામાં સુલતાનખાન ગેંગના તમામ ગેરકાયદે કામોનું પ્લાાનીેંગ થતુ અને દરેક કામને અહીંથી અંજામ આપવામાં આવતો હતો મળતીે માહીતી મુજબ બકુખાનના આ બંગલાનું 7 થી 8 લાખ રૂપિયાનું લાઇટબિલ ચુકવવાનું બાકી છે.જયારે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ તેમની સામે કાર્યવાહી કરવા આવે તો તેમને પણ ડરાવી ધમકાવી ભગાડી દેતા હતા આ વાત પોલીસને ધ્યાને આવતા સાથે રાખી તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.તેમા સર્વે લન્સ માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.