અમદાવાદના તમામ વિસ્તારો જડબેસલાક બંધ, બહારથી આવેલા મુસાફરો કફર્યુંમાં અટવાયા

 

અમદાવાદ,

ગઈકાલ રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ૫૭ કલાકનો કરયુ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સી ચાલકો અને કેબ સર્વિસધારકો ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા પડાવી રહૃાા છે. મુસાફરોને એક એક કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહૃાા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહૃાા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહૃાા છે. મન ફાવે તેમ ભાડા માંગી રહૃાા છે. વહેલી સવારે આવેલી લાઇટના મુસાફરો બીઆરટીએસ બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મુકવામાં આવેલી બીઆરટીએસમાં ગત મોડી રાતે ૮થી સવારે ૪ વાગ્યા સુધીમાં ૯ ટ્રીપ અને ૭૪ પેસેન્જર મળ્યા હતા.

આજે સવારે ૪થી બપોરે ૧૧.૩૦ સુધીમાં ૯ ટ્રીપમાં ૧૮૫ પેસેન્જર મળ્યાં છે. અમદાવાદ શહેરમાં કરયુનો કડક અમલ થઈ રહૃાો છે. શહેરના તમામ વિસ્તારોમા જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ જોવા મળી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્ઠદ્બંજ બસનો ખડકલો જોવા મળ્યો. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ૧૭ થી વધુ રૂટ પર ૧૫૦ થી વધુ બસ મૂકાઈ છે. અમદાવાદ શહેર માં ૫૭ કલાકના કરયૂનો ચુસ્ત અમલ કરવામાં આવી રહૃાો છે. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેિંકગ કરવામાં આવી રહૃાું છે.  બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પર પોલીસ દ્વારા ફરયૂનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસનો કાફલો અમદાવાદના રસ્તા પર ઉતારવામાં આવ્યો છે. પહેલા પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવે છે અને ત્યાર બાદ જો ન માને તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલા પરપ્રાંતિય મજૂરો કરયૂમાં ફસાયા છે. મધ્ય પ્રદેશ, દિૃલ્હી અને રાજસ્થાનના લોકો રોજગાર માટે ગાંધીધામ અને કચ્છ જવાના હતા, પરંતું અમદાવાદમા કરયૂ લાગતાં ફસાયા હતા. સરખેજ ચોકડી ખાતે તમામ મજૂરો એકઠા થયા હતા. અમદાવાદથી કોઇ બસ ઉપડતી ન હોવાથી અને કોઇ પ્રાઇવેટ વાહન હાલ ચાલુ ન હોવાથી મજૂરોને નીકળવામાં પારાવાર મુશ્કેલી પડી હતી.