અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૦ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી હતી. ઘટના સમયે સ્કૂલમાં ૩ કલર કામના કારીગરો તથા ૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે.

માહિતી પ્રમાણે, અમદાવાદના કૃષ્ણનગરમાં અંકુલ સ્કૂલ આવેલી છે. જ્યાં આજે બપોરના સમારે એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં આગના કાળા ડિબાંગ ધુમાડા જોવા મળ્યા છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરતા ફાયરની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

જાણવા મળી રહૃાું છે કે અંકુલ સ્કૂલમાં લાગેલી આગમાં ૩ બાળકો ફસાયા છે. આ ત્રણેય બાળકો પોતાનો જીવ બચાવવા માટે સ્કૂલની છત પર જઈને જીવ બચાવવા માટે બૂમો પાડી રહૃાા હતા. તેઓ તંત્ર અને ફોનથી મદદ માંગી રહૃાા છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.