અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ: આઠ લોકો જીવતા ભડથ

  • લાખો રૂપિયા ચાર્જ વસુલતી ખાનગી હોસ્પિટલોમાં સુવિધાના નામે મીડું
  • હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હતાં જેમાંથી આઠના મોત નિપજ્યા, મૃતકોમાં પાંચ પુરુષ અને  ત્રણ મહિલાઓનો સમાવેશ
  • રાત્રે ત્રણ વાગે કોરોનાના આઇસીયુ વૉર્ડમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી, જોતજોતામાં આઇસીયુ વૉર્ડ બળીનો ખાખ
  • મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા, રાજ્યના વરિષ્ઠ આઇએએસ અદિૃકારી તપાસ કરશે, ત્રણ દિવસમાં રિપોર્ટ માંગ્યો
  • શ્રેય હોસ્પિટલના સંચાલક અને  ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે અટકાયત કરી, હોસ્પિટલ સીલ, એફઆઇઆર દૃાખલ
  • આઇસીયુમાં સ્પાર્કથી બેડ નંબર-૮ની મહિલા દર્દીના વાળ સળગ્યા, બે એટેન્ડન્ટે ઠારવાનો પ્રયાસ કરતા પીપીઇ કીટ સળગી અને અગ્નિકાંડ સર્જાયો
  •  ફાયરના જવાનોએ કોરોનાની પરવા કર્યા વિના ૪૦ને બચાવ્યા, હવે તમામને ક્વોરન્ટીન કરાયા

અમદાવાદ,
અમદાવાદમાં બનેલી એક કરૂણ અને સત્તાવાળી બેદરકારીને ઉજાગર કરતી એક અત્યંત દુખદાયક ઘટનાં શહેરના નવરગપુરા વિતારમાં આવેલી ખાનગી શ્રેય હોસ્પિટલમાં ગઇ મોડી રાત્રે અંદૃોજે ૩ વાગે આગ ફાટી નિકળતાં આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ઓછામાં ઓછા ૮ દર્દઓ જીવતાં ભૂંજાઇને માર્યા ગયા હતા.અગ્નિકાંડ સમાન આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ બહાર આવી કે દર્દીઓ પાસેથી લાખોનું બિલ વસૂલતી આ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો સાવ જુના એટલે કે એક્સપાયરી ડેટના હોવાનું બહાર આવ્યું છે. કોરોનાની સારવાર લઇને પોતાના ઘરે જવા માટે દાખલ ૮ દર્દીઓના પરિવાર પર જાણે કે પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ અગ્નિકાંડમાં અનેક ક્ષતિઓ બહાર આવી રહી છે. એક સારી બાબત તરીકે ફાયરબ્રિગેડના જવાનોએ કોરોના સમક્રમણમનો ચર રાખ્યા વગર કોરોના દર્દીઓને જવન જોખમે બચાવ્યાં હતા. જે કે તે પછી તેઓ ક્વોરેન્ટાઇન થયા છે. પણ કેટલાય દર્દીઓના જીવ બચી ગયા છે. અમદાવાદમાં આ અગાઉ સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમા શોર્ટ સરકીટને લીધે આવી જ આગ લાગવાની ઘટના બની હતી. શ્રેય હોસ્પિટલની આ ઘટનાએ ઘણાંને સુરતની તક્ષશિલા અગ્નિકાંડની પણ યાદ અપાવી હતી. રાજ્ય સરકારે તેની તપાસના હુકમો આપ્યાં છે. દરમ્યાન હોસ્પિટના એક ટ્રસ્ટી ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ થઇ રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેટી માટે કેટલી ગંભીર બેદરકારી અને ઉદાસિનતા અને દર્દીઓના જીવન સાથે ખીલવાડ કરવામાં આવે છે તેનો આ તાજો દાખલો છે.
આ સમગ્ર ઘટનાની વિગત જોઇએ તો શહેરમાં મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે શ્રેય હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (icu)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગમાં કોરોનાના ૮ દર્દીઓ જીવતાં ભૂંજાયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ૪ ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ છે.
અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોરોના માટે કોવિડ કેર સેન્ટર બનાવાયું હતું. મોડી રાત્રે ૩-૩૦ વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ના બેડ નંબર ૮ના મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. તેનાંથી અચાનક સ્પાર્ક થયો અને દર્દીના એટેન્ડન્ટની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટમાં આગ લાગી હતી. બે એટેન્ડન્ટ બુઝાવવાનો પ્રયાસ કરતાં તેમની કીટ સળગતા બંને ભાગ્યા હતા. જોતજોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો. આ સમયે ICU માં ૧૦ દર્દીઓ અને તેમની સાથે મેડિકલ સ્ટાફ હતો. જેમાં તમામ દર્દીના મોત નિપજ્યા છે.
શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે આગ કઈ રીતે લાગી તે અંગે સૂત્રો પાસેથી માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં રાતે IUC વોર્ડમાં ૮ જેટલા દર્દીઓ અને બે કર્મચારીઓ PPE કીટ પહેરીને હાજર હતા. રાતે ૩.૩૦ વાગ્યે ૮ નંબરના બેડ પાસે કોઈ કારણસર શોર્ટસર્કિટ થયું હતું અને મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. PPE કીટ પહેરેલા કર્મચારીએ ત્યાં જઈ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં PPE  કીટમાં આગ લાગી હતી. જેથી તેઓ બચવા માટે તાત્કાલિક ત્યાંથી બહાર દોડી ગયા હતા. આગ સીધી બેડમાં અને ત્યાં રહેલા ઓક્સિજન સિલિન્ડર સુધી પહોંચી હતી અને સિલિન્ડર આગની લપેટમાં આવતા આખા વોર્ડમાં આગ લાગી ગઇ હતી. તમામ દર્દીઓની ચીસો સંભળાઈ હતી. PPE કીટ પહેરેલા બંને એટેન્ડન્ટ પણ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગતા જ ૧૫ મિનિટમાં પોલીસ પહોંચી ગઈ હતી.
અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, રાતે અમે પહોંચ્યા ત્યારે IUC માં આગ લાગી હતી અને આખો વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે. બીજી તરફ હોસ્પિટલમાં બીજા માળે ૪૦ દર્દી હતાં, ત્યાં સુધી ધુમાડો હતો. જેમાં કેટલાક દર્દી તો ઓક્સિજન સાથે હતા. આ બધાની વચ્ચે અમારી ૪૦ ફાયર જવાનોની ટીમ અંદર પહોંચીને પહેલાં તમામ જીવતા લોકોને બચાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમારો સ્ટાફ કોરોનાનાં દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો છે અને અમે તેમને હોસ્પિટલ સુધી લઈ ગયા હતા એટલે અમે હવે ક્વોરન્ટીન છીએ.
શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ત્યાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP)માં ખસેડવામાં આવ્યા છે. SVPએ આ અંગે માહિતી આપીને જણાવ્યું છે કે, શ્રેયમાંથી અહીં ૪૧ દર્દીઓ અને ૧ ઘાયલ પેરામેડિકલ સ્ટાફ એમ કુલ ૪૨ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રેય હોસ્પિટલમાંથી . SVPમાં ખસેડાયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત સ્થિર છે. સારવાર માટે ખસેડાયેલા દર્દીઓમાં ૨૭ પુરુષો અને ૧૫ મહિલાઓનો સમાવેશ થાય છે.