અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત

 

અમદાવાદ,

શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહૃાો છે. જીવલેણ વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડૉક્ટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ ૫ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા  અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. તાજેતરમાં હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા. હવે સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહેલા ૫ તબીબો કોરોની ચપેટમાં આવ્યા છે. હાલ આ તમામ ડૉક્ટરોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે.