અમદાવાદની ૨૮૭ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી, સોલા સિવિલનું પણ નામ

  • ફાયર એનઓસીના મેળવે ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ કરવાની મનાઇ

 

શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ આવી જ અન્ય એક ઘટના રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બની હતી. જેની નોંધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે લીધી હતી અને હોસ્પિટલોને ફાયર એનઓસીને લઈને કડક આદેશ કર્યા હતા. કોર્ટે પોતાના તરફથી જારી આદેશમાં હોસ્પિટલોને આગામી ૪ સપ્તાહની અંદર ફાયર એનઓસી લેવા માટે કહૃાું હતું. કોર્ટનું કહેવું છે કે, કોરોનાની સારવાર કરી રહેલી જે હોસ્પિટલોએ ફાયર એનઓસી નથી લીધી, તે તાત્કાલીક ચાર અઠવાડિયામાં ફાયર એનઓસી લઈને લે.

કોર્ટે આદેશ આપ્યો હતો કે, જો ચાર સપ્તાહમાં જે હોસ્પિટલ ફાયર એનઓસી ના લે, તો રાજ્ય સરકાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે. આ દરમિયાન અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશને હોસ્પિટલોમાં ફાયર એનઓસીને લઈને ચોંકવનારા આંકડા જાહેર કર્યાં છે. એએમસીના જણાવ્યા મુજબ, શહેરમાં સરકારી હોસ્પિટલ સોલા સિવિલ સહિત ૨૮૭ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર એનઓસી જ નથી. આટલું જ નહીં એએમસી દ્વારા આવી હોસ્પિટલોનું લિસ્ટ જાહેર કર્યું છે.

આ અંગે ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, ફાયર એનઓસી હશે અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલ સ્ટાફને તાલીમ તેમને ફાયર સિસ્ટમ કાર્યરત નહીં હોય અને આગ લાગવાથી જાનહાનિ થશે, તો જે-તે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે. એએમસી દ્વારા ફાયર એનઓસી વિનાની હોસ્પિટલોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં સૌથી વધુ અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલી છે. ખાસ કરીને જીય્ હાઈવે, થલતેજ, સોલા, ઘાટલોડિયા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોની લગભગ ૧૦૦ જેટલી હોસ્પિટલો એવી છે, જેમની પાસે ફાયર NOC નથી.