અમદાવાદની ૫૩૧૧ જૂની ઈમારતોને રિડેવલપ કરાશે

મેગા સિટી અમદાવાદમાં જેટલી નવી ઇમારતો બની રહી છે, એટલી જ જૂની અને જર્જરિત ઇમારતો પણ છે. અને તેમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ ક્વાર્ટ્સની હાલત તો અત્યંત જર્જરિત થઈ છે. વર્ષ ૨૦૧૮માં ઓઢવના શિવમ આવાસ ધરાશાયી થયાથી આજદિન સુધી નાના મોટા સેંકડો બનાવો બની ચૂક્યા છે. જેમાં આવાસોના વિવિધ ભાગ તૂટી પડ્યા છે. આખરે રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના ૨૮ પૈકી ૧૨ સ્થળોના ૫૩૧૧ આવાસોને નવા બનાવવાનો નિર્ણય કર્યો છે.

શહેરના જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ માં રીવડેવલપીંગ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અમલમાં મૂકી હતી. પરંતુ તેનો નક્કર અમલ થતો ન હતો. પરંતુ ૨૦૧૮ માં ઓઢવમાં શિવસ આવાસ ધરાશાયી થતા આ મામલે કામગીરી શઇ થઇ હતી. આખરે એએમસી ૨૮ સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના ૬૦ ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા ૧૦ સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ છે. જે પૈકી બાપુનગર સોનારીયા બ્લોક, સુખરામનગર, ખોખરા, ગોમતીપુર, જમાલપુર, અમરાઇવાડી, સહીતના વિસ્તારોમાં આવેલા આવાસોનો સમાવેશ થાય છે તેવી માહિતી એએમસીના હાઉસીંગ વિભાગના એડિશનલ સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ આપી.

સ્થળ બ્લોક આવાસ સંખ્યા
સુખરામનગર ૩ ૯૬
વિજય મીલ ૯૦ ૩૪૮
પતરાવાળા સ્લમ ૨૦ ૫૭૬
સોનારીયા ૩૦ ૭૬૦
શિવમ આવાસ ૮૪ ૧૩૪૪
ખોખરા ૨૮૮
બાપુનગર ૬ ૧૯૨
સૈજપુર બોઘા ૧૩ ૩૬૦
અજીલ મીલ ૬૭૨
જમાલપુર ૬૪