અમદાવાદમાં કર્યૂથી રસ્તા સુમસામ, શહેરમાં પ્રવેશતા વાહનોની પોલીસ દ્વારા પૂછપરછ

 

અમદાવાદ,દિવાળી બાદ કોરોના કેસમાં અસંખ્ય વધારાને કારણે અમદાવાદમાં બે દિવસ કર્યૂ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૫૭ કલાકના કરયૂની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે કરયૂને કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે. બરોડા એક્સપ્રેસ વે પર એકલ-દોકલ વાહનની અસર જોવા મળી રહી છે. તે સિવાય શહેરમાં પ્રવેશતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણ વઘતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં પણ કરયૂ આપી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કરયૂથી રસ્તાઓ સૂમસામ બન્યા છે.

આ વચ્ચે બરોડા એક્સપ્રેસ વે પર એકલ દૃોકલ વહાનોની અવર જવર જોવા મળી હતી પરંતુ શહેરમાં પ્રવેશતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ શહેરમાં પ્રવેશ કરી રહેલા વાહનોની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહૃાા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪૨૦ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે ૧૦૪૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧,૭૭,૫૧૫ પર પહોંચ્યો છે. આજે ૭ દર્દૃીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૮૩૭ પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં ૧૩૦૦૦