અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ: ૯ લોકો જીવતા ભૂંજાયા

  • પીરાણા-પીપળજ ખાતેના સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર ફાટતા આગ લાગી હતી

 

દિવાળી ટાણે હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ફરીથી શરૂ થઈ છે. અમદાવાદમાં કાપડ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. શહેરમાંના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપના ગોડાઉનમાં બોઈલર ફાટતા આગ લાગી હતી. બોઈલરના કારણે થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દીવલો પણ ધરાશાયી થઇ હતી. આગમાં અત્યાર સુધી ૯ લોકોના મોત નીપજ્યા છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામા આવ્યા હતા. ફસાયેલા ૯ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. હજુ પણ કેટલાંક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ આગ સાહિલ એન્ટરપ્રાઇઝમાં લાગી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બાજુમાં કાપડની ફેકટરી આવેલી હતી જ્યાં કેટલાક લોકો પૅિંકગનું કામ કરતા હતા. બાજુની કેમિકલ ફેકટરીમાં આગ લાગતા કાપડની ફેક્ટરીનું ધાબુ પડી ગયું અને બાજુની ફેકટરીની આગ કાપડની ફેકટરીમાં ફેલાઈ ગઈ હતી. કાપડના કારણે આગ વધી અને ગંભીર રીતે લોકો દાઝ્યા હતા.

પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં ૧૧ વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસના ગોડાઉન પર પણ થઈ હતી. અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ધડાડો સંભળાતા જ લોકોમા નાસભાગ મચી હતી, અને લોકો સ્થળ છોડીને દોડવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ગોડાઉનના પત્થરો ચારેતરફ ઉડીને પડ્યા હતા. સમગ્ર વિસ્તારમા પત્થરો ઉડ્યા હતા. તો અન્ય ગોડાઉનની છતના પોપડા પણ ઉખડી ગયા હતા. તો સામેના ગોડાઉનની પાણીની ટાંકી પણ તૂટી પડી હતી. આ ગોડાઉન બટાભાઈ ભરવાડ નામના શખ્સનું હોવાનું સામે આવ્યું છે, તેણે આ ગોડાઉન ભાડે આપ્યું હોવાનું કહેવાય છે.

આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામા આવ્યા હતા. ફસાયેલા ૯ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં નજમુનિયા શેખ, રાગિણી ક્રિશ્યન અને જેક્વેલિન ક્રિશ્ર્ચયન હોવાનું સામે આવ્યુ છે. આ મૃતકો કોણ છે તે હજી જાણવા મળ્યું નથી.

આગમાં કેટલાક લોકો ફસાયાની માહિતી સાંપડી રહી છે. પ્રાથમિક સ્તરે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ કરાઈ હતી. પરંતુ ધીમેધીમે ઘટનાએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડના ૪૦ જવાન રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગથી ૯ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની મળતી માહિતી મળતા ફાયર બ્રિગેડના ૪૦ જવાન રેસ્ક્યુમાં જોડાયા છે. આ ઘટનામાં એક બ્લાસ્ટ થતા ફેક્ટરીની છત ધરાશાયી થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે મંગળવારના રોજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે ૫ ફાયર ફાઇટરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. આગની આ ઘટનાને પગલે અનેક લોકોની ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઇ હતી.

ફેક્ટરી માલિક પાસે એનઓસી નથી: ફાયર ઓફિસર

અમદાવાદ આગકાંડમાં હવે GPCB અને FSL પણ તપાસમાં જોડાયું છે. FSLની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. અને કયા કેમિકલને કારણે બોઈલરમાં બ્લાસ્ટ થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ આગકાંડ મામલે અમદાવાદના ફાયર ઓફિસરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ફેક્ટરી માલિક પાસે NOC નથી. બ્લાસ્ટથી ૫ ગોડાઉનને અસર થઈ છે.