અમદાવાદમાં કોંગ્રેસે પ્રચારમાં વોટ ફોર કોંગ્રેસ લખેલી સેનિટાઈઝરની બોટલો વહેંચી

અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ૨૧ તારીખે ચૂંટણી યોજાવાની છે. જેમાં બંને મુખ્ય પક્ષો સહિત અન્ય પક્ષોએ પણ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. શહેરમાં અવનવી રીતે પ્રચાર થઈ રહૃાો છે. ચૂંટણી લડનારા ઉમેદવારો શણગારેલી બગીમાં બેસીને વરઘોડો કાઢીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહૃાાં છે. બીજી બાજુ બાઈક રેલી કરીને પણ શહેરમાં પ્રચાર કરવામાં આવી રહૃાો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રચારની એક નવી જ રીત શરુ કરવામાં આવી છે. શહેરમાં કોંગ્રેસના આગેવાનોએ પ્રચાર દરમિયાન તથા રાત્રિ બેઠકમાં નાશ્તાની જ્યાફત સાથે સેનિટાઈઝરની બોટલો પણ વહેંચી રહૃાાં છે.

અમદાવાદ શહેરમાં સરખેજ વોર્ડમાં અન્ય વોર્ડની જેમ રોજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને ચૂંટણી જીતવા માટે પ્રયત્ન ચાલુ જ હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યાલય ખાતે આવતા સમર્થકો અને કાર્યકરોને પણ રીઝવવા માટે નાસ્તા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો સાથે જ સરખેજ વોર્ડમાં સેનીટાઈઝરની બોટલો પણ વેચવામાં આવી હતી, જેમાં સેનીટાઈઝરની બોટલ પર પણ વોટ ફોર કોંગ્રેસ એટલે કે કોંગ્રેસને મત આપો તેવું લખ્યું છે. ઉપરાંત કોંગ્રેસના રાજેન્દ્ર પટેલના ફોટા પણ સેનીટાઈઝરની બોટલો પર લગાવવામાં આવ્યા છે.

સેનીટાઈઝરની બોટલો સાથે નાસ્તાનું પણ રોજની જેમ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસના કાર્યકર ઉન્મેશ બારોટ સાથે વાતચીત કરતા તેમને જણાવાયું હતું કે તેમના દ્વારા કુલ ૧૦૦૦ જેટલો બોટલો તૈયાર કરવામાં આવી હતી અને તે તમામ બોલો સરખેજ વોર્ડમાં આવતા કાર્યકરો અને સમર્થકોને આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં લોકો આવે અને એક બીજા સાથે હાથ મેળવે તેથી સેનીટાઈઝરની બોટલ વેચવામાં આવે છે.સાથે જ નાસ્તાની પણ રોજ વ્યવસ્થા કરવામાં આવે છે.