અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, વધુ ૧૯ સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા

અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્ય પણ સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને કન્ટેનમેન્ટમાંધી દૂર કરવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા અમદાવાદ નદીપારના નવા ૧૧ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૬ અને પૂર્વ ઝોનમાં વધુ ૨ સ્થળોને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે ગોતામાં સૌથી વધુ ૫૬ મકાનના ૨૧૫ લોકોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, જેવી ગત વર્ષે પણ જોવા નહતી મળી. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહૃાું છે. અમદાવાદ અને સુરત જેવા શહેરો કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહૃાા હોય, તેમ પ્રતિદિન કોરોના કેસોનો આંકડો નવો રેકોર્ડ તોડી રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના વિક્રમજનક ૬૧૩ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.