અમદાવાદમાં કોરોના કેસ વધવા માટે નીતિન પટેલે તહેવાર અને ઋતુને ગણાવી જવાબદાર

 

અમદાવાદ,

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં બે દિવસનું કર્યૂ આપવામાં આવ્યુ છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે તાત્કાલિક સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કર્યૂની જાહેરાત કરી છે. કર્યૂની જાહેરાત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના સંક્રમણ વધવાને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે તહેવાર અને શિયાળાનો ઋતુંના કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાની આશંકા વ્યક્ત કરી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં ૧૨૦૦ આજુબાજુ કેસ આવતા હતા. આ કેસમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર વચ્ચે ઘટાડો થયો હતો. આ કેસ ૮૦૦ સુધી નીચે લાવી શક્યા હતા. ત્યારબાદ વાતાવરણમાં બદલાવ થયો, તહેવાર શરૂ થયા દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના આ ત્રણ દિવસોમાં લોકો પોતાના સગાને ત્યાં જઈને મળ્યા. લોકો ફરવા માટે મોટા પ્રમાણમાં બહાર નીકળ્યા, હોટેલોમાં જમવા અને નાસ્તો કરવા માટે સમયનો ઉપયોગ કર્યો એટલે સ્વભાવિક થોડુ સંક્રમણ વધ્યું છે. એટલું બધું પણ નથી વધ્યું કે, જેનાથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી. જે કેસ ૧૨૦૦થી ઘટીને ૮૦૦ થયા હતા અને હવે તે કેસ ૧૨૦૦થી વધીને ૧૪૦૦ થયા છે.

તેમને વધુંમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને બાદ કરતા તમામ જગ્યા પર બે આંકડાની અંદર કેસ નોંધાય છે. સ્વાભાવિક છે કે, આગમચેતીના ભાગ રૂપે પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા અમે ઝ્રસ્ સાથે ચર્ચા કરી. એટલા માટે અમદાવાદમાં શરૂઆતમાં રાત્રી કર્યૂ જાહેર કર્યો અને તે દિવસે કોરોનાના કેસ વધતા અમે નક્કી કર્યું કે, અમદાવાદમાં શનિવાર અને રવિવારની રજા આવે છે એટલે સંક્રમણ વધવાની શકતા વધતી હતી એટલે સરકારે અમદાવાદ શહેર પૂરતો સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કર્યૂ શરૂ રહેશે.