અમદાવાદમાં પૈસાની લેવડ-દૃેવડમાં જુહાપુરામાં ફરી ગેંગવોર, એકની જાહેરમાં હત્યા

જુહાપુરામાં રાતે ફરી એક વખત ગેંગ વોરમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. ગેંગ સ્ટર સુલતાન ખાન પઠાણના ભત્રીજા સમીર ઉર્ફે પેન્દીના મિત્રને પૈસાની લેતી દૃેતી બાબતે મિત્ર સાથે ઝગડો થયો હતો. જેથી તેણે પેન્દી અને તેના સાગરીતોને બોલાવી દૃેતા તેમણે ભેગા મળીને યુવાનને છાતીમાં છરીના ૨ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વેજલપુરના અમીન પાર્ક ડુપ્લેક્સમાં રહેતો વસીમુદ્દીન શેખ રાતે બહાર ગયો હતો. જ્યારે વસીમુદ્દીનના ભાઈ શાહબુદ્દીનના મિત્ર સલમાને ઘરે આવીને કહૃાું હતું કે, જુહાપુરા સંકલિતનગર આશા હેરકટિંગ પાસે સમીર ઉર્ફે પેન્દી પઠાણ એ તારા ભાઈ વસીમુદ્દીનને છરી મારી દીધી છે. વસીમુદ્દીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે શાહબુદ્દીનને જાણવા મળ્યું હતું કે, સલીમખાન પઠાણ, ઝબ્બો અને ઈરફાન ઉર્ફે મોગલી એ વસીમુદ્દીનને પકડી રાખ્યો હતો. જ્યારે સમીર ઉર્ફે પેન્દી એ વસીમુદ્દીનને છાતીમાં છરીના ૨ ઘા મારી દીધા હતા. વેજલપુર પીઆઈ કે.બી.રાજવી એ જણાવ્યું કે, વસીમુદ્દીને તેના મિત્ર ઈલિયાસ મચ્છી ને રૂ.૫૦ હજાર ઉછીના આપ્યા હતા. જે પાછા લેવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં વસીમુદ્દીને ઈલિયાસને લાફા મારી દૃેતાં ઈલિયાસે પેન્દી અને સાગરીતોને બોલાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે વસીમુદ્દીન વિરુદ્ધ મારામારી તેમજ દારૂના ગુના નોંધાયેલા હતા. જેમાં તેની પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી. જ્યારે તેના મિત્ર ઈલિયાસને પેન્દી અને તેના સાગરીતો સાથે ઉઠક બેઠક હતી. વસીમુદ્દીનની હત્યા કરનારા આરોપીઓ પૈકી શેફઅલી ઉર્ફે જબ્બો અને ઈરફાન ઉર્ફે મોગલી અગાઉ કાલુ ગરદન સાથે એક ગુનામાં પકડાયા હતા. જ્યારે વસીમુદ્દીનની હત્યામાં આ બંનેના નામ સમીર ઉર્ફે પેન્દીના સાગરીત તરીકે આવ્યા છે.