અમદાવાદમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે પદભાર સંભાળ્યો

અમરેલી ,
અમરેલી જિલ્લાનું ગૌરવ નારીરત્ન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ સોનિયા ગાંધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડી સોઝા દ્વારા નિમણૂક કરવામાં આવતા અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના કોંગ્રેસના મહિલા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરોએ આનંદ લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે નવનિયુક્ત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમરનો પદગ્રહણ સમારોહ રાજ્યના પ્રભારી રઘુનાથશર્માના અધ્યક્ષ સ્થાને અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ નેટા ડી સોઝા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં રાજ્યના કોંગ્રેસના મહત્વના અગ્રણીઓ ધારાસભ્ય તેમજ પ્રમુખ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા અગ્રણીઓ ને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુનાથશર્મા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પ્રેરક સંબોધન કરી મહિલાઓએ રાજ્યની ભાજપ સરકાર નબળી કામગીરી લોકો સુધી લઈ જવા અને મોંઘવારીનો મુદ્દો શેરીએ શેરીએ ગલીએ ગલીએ લઈ જવા જણાવ્યું હતુંરાજ્યના નવનિયુક્ત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરે જવાબદારી સંભાળી પ્રદેશ પ્રમુખ તેમજ પ્રભારી અને રાષ્ટ્રીય પ્રમુખ અને રાષ્ટ્રીય મહિલા પ્રમુખનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે જે જવાબદારી સોંપવામાં આવેલ છે તેણે પુરી નિષ્ઠાપૂર્વક બજાવવામાં આવશે.