અમદાવાદમાં ફસાયેલા સીનીયર સીટીઝનને હેમખેમ અમરેલી લાવવામાં મદદરૂપ થતા શ્રી પરષોતમભાઇ રૂપાલા

અમરેલી,અમરેલીના વતની એવા 70 વર્ષના સીનીયર સીટીઝન લોકડાઉનના સમયે અમદાવાદમાં ફસાઇ જતા તેમણે દિલ્હી ખાતે શ્રી પરષોતમભાઇ રૂપાલાનો ટેલીફોનીક સંપર્ક કરતા માત્ર 10 કલાકમાં જ તેમને અમરેલી આવવાની મંજુરી અપાતા તેઓ અમરેલી ખાતે આવી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમદાવાદના સર્વોતમ નગર વિસ્તારમાં રહેતા મુળ અમરેલીની હાઉસીંગ બોર્ડ સોસાયટીના વતની સોલંકી સગુણાબહેન અમરશીભાઇ નામના 70 વર્ષના નિવૃત શિક્ષિકા ઘરની આસપાસના ઘરોમાં કોરોનાના પોઝીટીવ કેસ આવતા તે પણ આ ગંભીર સ્થિતિમાં ફસાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આથી તેમણે શ્રી પરષોતમભાઇ રૂપાલાનો ટેલીફોન ઉપર સંપર્ક કરતા શ્રી રૂપાલાએ દિલ્હીથી તેમના માટે વ્યવસ્થા કરાવી અને તેમને તાત્કાલીક વતન અમરેલી આવવાની મંજુરી મળે તેવી વ્યવસ્થા કરાવી હતી અને માત્ર 10 કલાકમાં જ સગુણાબહેનને અમરેલી આવવાની મંજુરી મળી જતા તેઓ અમરેલી આવી પહોંચ્યા હતા તેમને નિયમ મુજબ સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.