અમદાવાદમાં ભાડાપટ્ટાની મિલકતોનાં ભાડુઆતો હવે કાયદૃેસર માલિક બનશે

  • ૪૫ વર્ષ જૂની ભાડા પટ્ટાની અનિર્ણીત સમસ્યાનો મોટો વહિવટી ઉકેલ

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની ૪૫ વર્ષ જૂની ભાડા પટ્ટાની અનિર્ણીત સમસ્યાનો મોટો વહિવટી ઉકેલ આણ્યો છે. હવે અમદાવાદના નિરાશ્રીતોની સમસ્યા ઉકેલાશે અને તેઓ કાયદૃેસર જમીન-દૃુકાન ગોડાઉના માલિક બની શકે છે. અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યા સીએમ રૂપાણીએ ઉકેલ આણ્યો છે.
    આ નિર્ણય લાગુ થવાના કારણે અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ૪૦,૦૦૦ થી વધુ ભાડા પટ્ટાની દૃુકાનો/ગોડાઉનો/જમીનો/નિર્વાસીતોની મિલકતોનાં ભાડુઆતો હવે કાયદૃેસર માલિક બનશે. અત્યારસુધી આ જગ્યાઓ કાતો કબજામાં અથવા તો અસામાજિક તત્વોના નેજા હેઠળ હોવાથી અનેક લોકો પીડિત હતા. નિર્વાસીત મિલ્કત ધારકો -દૃુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન આગવી નિર્ણાયકતાથી હલ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. રવિવારે સવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીના સરકારી જનસંપર્ક અધિકારીના માધ્યમથી જાહેર કરાયેલા અખબારી યાદી મારફતે આ નિર્ણયની જાણ કરવામાં આવી છે.
    સાડા ચાર દાયકા-૪૫ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદૃેસરના લાંબા ગાળા ના માલિકી હક્ક સાડા ચાર દાયકા-૪૫ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદૃેસરના લાંબાગાળાના માલિકી હક્ક મળશે.