અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નહીં પાળતી ૧૭ દુકાનો કરાઈ સીલ

 

અમદાવાદ,

અમદાવાદ શહેર માં કોરોનાના કેસોમાં આવેલા ભારે ઉછાળા બાદ સફાળા જાગેલા મ્યુનિ.તંત્રે માસ્ક નહીં પહેરતા નાગરિકો અને સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે મુકીને વેપાર કરતા દૃુકાનદૃારો સામે પગલ લેવાનું શરૂ કર્યું છે. માસ્ક નહીં પહેરેલાઓના પહેલા રેપિડ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો પોઝિટિવ હોય તે સમરસ કોવિડ સેન્ટરમાં દાખલ કરી દેવાય છે અને નેગેટિવ હોય તો રૂપિયા ૧,૦૦૦  નો દંડ કરીને જવા દેવામાં આવે છે. આજે સોમવારે ૧૭ એકમો સીલ કરાયા અને ૧.૬૬ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પશ્ર્ચિમ ઝોનના હેલ્થ વિભાગ  દ્વારા વસ્ત્રાપુર કલ્યાણ ટાવરમાં આવેલી ‘ચાય દૃોસ્તી નામની ચાની હોટેલ બંધ કરાવી દેવામાં આવી હતી. તેમાં એક ટેબલ પર એકને બેસાડવાને બદલે સાંકળી જગ્યામાંં ત્રણ-ત્રણ જણાને બેસાડવામાં આવ્યા હતા. મોટાભાગના ગ્રાહકોએ તો માસ્ક પણ પહેર્યા નહોતા. હેલ્થ વિભાગે કામકાજ  બંધ કરાવી દીધું હતું. ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગની ૧૫૧ ટીમો  સાતેય ઝોનમાં કામે લાગી હતી. જે  દરમિયાન ૧૧૩ લોકો માસ્ક વગરના દેખાતા તેમના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૪ પોઝિટિવ આવતા તેમને સમરસ કોવિડ સેન્ટરમોકલી અપાયા છે.

અગાઉ ૨૫૬ ને ચેક કરતા ૯ જણા પોઝિટિવ જણાયા હતા. તેમજ માસ્ક નહીં પહેરેલા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો, ચાની કીટલી વગેરે મળીને ૧૭ એકમોનું કામકાજ બંધ કરાવી સીલ મારી દૃીધા હતા.તેમજ ૧.૬૬ લાખની રકમનો દંડ વસુલ્યો હતો. પગલા લેવાતા હોય છતાંય લોકો માસ્ક પહેરવામાં, સામાજિક અંતર જાળવવામાં  અને સેનેટાઇઝરના ઉપયોગમાં બેદરકારી કેમ દાખવે છે.તે બાબત સમજી ન શકાય તેવી છે. કેસો વધવાના મૂળમાં પણ આજ બાબત જવાબદાર છે.