અમદાવાદમાં મેઘરાજાનું હેત છલકાયું, અનેક વિસ્તારોમાં ભરાયું પાણી

અમદાવાદમાં મેઘરાજાનું હેત છલકાયું છે. અને શનિવાર રાતથી આજ સવાર સુધી ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ છે. અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહૃાો છે. અને પશ્ર્ચિમ અમદાવાદ સહિત પૂર્વ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહૃાો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં શનિવાર રાતથી બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વેજલપુર, સરખેજ, ગોતા, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ, ન્યુ રાણીપ , ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્ર્વર,

રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, વટવા, જમાલપુર, ઇસનપુર સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહૃાો છે. તો આજે સવારે પણ મેઘરાજાએ અટકવાનું નામ લીધું ન હતું. અને રવિવારના દિવસે જ આહલાદક વાતાવરણ સર્જાતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અનેક લોકોએ બહાર ફરવા માટે ટ્રીપનો પ્લાન કરી દીધો હતો. તો ગૃહિણીઓને કપડાં ક્યાં સુકાવવા તેની િંચતા સતાવી લાગી હતી. રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

તો સાવચેતીનાં પગલાં લેવા માટે પણ જિલ્લા તંત્રને તાકીદ કરી દેવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું. જ્યારે રવિવાર માટે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેટ એલર્ટ જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.